મન, ભાવ ને બુદ્ધિ વિનાના પ્રણામને, પ્રણામ એને કેમ ગણી શકો
ઊછળતા અહંને (2) જગમાં તો કોઈ કિનારા તો ના રોકી શકે
શારીરિક શક્તિને તો સીમાડા નડે, મનની શક્તિને કોઈ સીમાડા ના રોકી શકે
ઊગતા કે ઢળતા સૂર્ય પર તો દષ્ટિ સહુ કરે, મધ્યાને તપતા સૂર્ય પર દૃષ્ટિ ના કોઈ માંડી શકે
જગમાં મર્યાદામાં તો બધું શોભે, ખુદ મર્યાદા પણ મર્યાદામાં તો શોભે
હૈયું જે સત્યને જીવનમાં સ્વીકારી લે, મન, બુદ્ધિ એને ત્યાં તો ના રોકી શકે
છાંયડો તો તપતા તાપમાંથી તો બચાવી શકે, અંતરના તાપમાંથી તો કોણ બચાવી શકે
વરસતો વરસાદ ધરતીને હરિયાળી કરી શકે, સૂકા હૈયાંને કોણ હરિયાળું કરી શકે
ભવોભવના દુઃખને પ્રભુ એક જ દૂર કરી શકે, એના વિના બીજું કોણ દૂર કરી શકે
જળના પ્રવાહને રોકવો સહેલો હશે, ઊછળતા અહંને જીવનમાં તો કોણ રોકી શકે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)