કરી વાહ વાહ તો જીવનમાં મારી, ખોદશો ના ઘોર તમે મારી રે
તમારી વાહ વાહમાં, ફુલાઈ ઘોરમાં જલદી પહોંચી હું તો જઈશ
દઈશ ગુમાવી સત્ય હું મારું, એમાં ને એમાં જ્યાં હું રાચતો રહીશ
પ્રભુ તમે તો પ્રભુ છો, થાતી નથી અસર તમને તો વાહ વાહની
કરી વાહ વાહ તમારી, ઉતારી દઈશ ઉપરથી, મારા હૈયાંની ખાઈમાં રે
વાહ વાહથી ફુલાવી દઈશ તમને એટલા,લાવી નીચે હૈયાંમાં દઈશ સમાવી
બચી ના શકશો તમે મારી વાહ વાહથી, કરી દઈશ હૈયાંની ખીણને ખાલી
બચી શકીશ ક્યાં સુધી તું રે પ્રભુ, વાહ વાહથી દઈશ તને હું ફુલાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)