કરી વાહ વાહ જીવનમાં તો મારી, ખોદશો ના પતનની ખાઈ તો મારી
ફુલાવી વાહ વાહમાં તો ભારી, દેજો ના મને તો એ ખાઈમાં તો ધકેલી
જાશે ભેદી હૈયાંના કવચને જ્યાં, અહંને હૈયાંમાંથી દેશે બહાર એ તો લાવી
કરતો ના વાહ વાહ મારી, હાજરીમાં મારી, છે વિનંતિ સહુને આટલી તો મારી
હશે કે ના હશે, પાત્રતા જીવનમાં મારી, સમજતો થઈશ પાત્રતા વધુ તો મારી
કરવા ફાયદો મારો, એના બદલે, નુકસાનમાં દેશો મને એમાં તો ઉતારી
ગમ્યું ભલે થોડું તમેને તો મારું, પણ દેજો ના વિનંતી મારી તમે વિસારી
યોગ્યતાની રાહ પર તો જીવનમાં, પગલાં હજી રહ્યો છું જ્યાં હું તો માંડી
ડગમગાવી જશે મારા પગલાંને જીવનમાં તો, વાહ વાહ તો તમારી
ચાહતો નથી હું પ્રભુ વિના દાદ કોઈની, મળી નથી વાહ વાહ હજી પ્રભુની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)