બન્યો નથી જ્યાં તારો રે તું, બની શકશે અન્યનો ક્યાંથી રે તું
છોડી ના શક્યો જ્યાં મોહમાયા હૈયેથી, બની શકશે ક્યાંથી તારા રે પ્રભુ
ખોટું ને ખોટું કરતા રહેવું છે તારે, જીવનમાં નથી એમાં તારે અટકવું - બની...
દુઃખ દર્દમાં તું વિચલિત બની જાતો, સહનશીલતા ખોઈ બેઠો જ્યાં તો તું - બની ...
લાગે ના વાર તને, ખોટું લગાડતાં, લગાડતો રહ્યો અન્યને તો તું ખોટું - બની...
દુઃખ દીધા વિના અન્યને રે જીવનમાં, રહી નથી શક્યા જ્યાં તો તું - બની...
છોડયા નથી અહંના ભાર તો હૈયેથી, છોડી નથી શક્યો જીવનમાં જ્યાં એ તો તું - બની...
દુભવી દુભવી અન્યના હૈયાંને રે જીવનમાં, રાજી થાતો રહ્યો છે જ્યાં એમાં રે તું - બની...
કામ, ક્રોધ, લોભના પડળ, હટાવી નથી શક્યો જીવનમાં, તો જ્યાં તું - બની...
સરળતાને ને નિર્મળતાને હૈયાંમાં, સ્થાપી સ્થાપી શક્યો નથી જ્યાં તો તું - બની...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)