રોક્તી ના રે માડી, આજ મને, તું રોક્તી ના, તું રોક્તી ના
વહેવા દેજે મારા અંતરની આંસુની ધારાને, આજ એને તું રોક્તી ના
મૂંઝારામાં મૂંઝારાનો કરીને વધારો, મને આજ તું એમાં મૂંઝવતી ના
કરવું છે હૈયું ખાલી તારી પાસે, બાધા એમાં તું આજ નાંખતી ના
ભલે ભર્યું છે ઘણું હૈયાંમાં આજે, એને ખાલી કરાવ્યા વિના તું રહેતી ના
બનવું છે હળવું ફૂલ, આજ ચરણમાં તારા, બનાવ્યા વિના તું રાખતી ના
હોય ભર્યું હૈયે દર્દ નવું કે જૂનું, બધું ખાલી કરાવ્યા વિના તું રહેતી ના
તારા વિના કરશે બીજું કોણ એને ખાલી, ખાલી કરાવ્યા વિના તું રહેતી ના
વિશ્વાસ ભર્યો છે જે હૈયે, એમાં વધારો કરાવ્યા વિના તું રહેતી ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)