ડોકું જીવનમાં તારું, ફરશે કઈ બાજુ, જ્યાં એની તને ખબર નથી (2)
કદી હકારમાં એ નમી જશે, કદી નકારમાં એ ધૂણી જશે, એની તને તો ખબર નથી
ગમ્યું તને જે આજે, ગમશે તને એ કાલે, જ્યાં તને એની તો ખબર નથી
વૃત્તિઓએ નાચ નચાવ્યા તને ઘણા, કઈ વૃત્તિમાં તું તણાઈ જાશે, એની ...
ભાવોના ઉછાળા લઈ લઈ ફર્યો તું જીવનમાં, ઉછળ્યા કેમ ને ક્યારે, જ્યાં એની ...
ઇચ્છાઓ હૈયે જ્યાં તાંડવ મચાવે, કઈ ઇચ્છાઓ પાછળ, દોડીશ તું, જ્યાં એની ...
રહ્યા ના જ્યાં સમયના સાથમાં રે જીવનમાં, ફેરવશે સમય તને કઈ દિશામાં, એની ...
નિરાશાઓના સાગરમાંથી, ફૂટશે આશાનાં કિરણો તો ક્યાંથી ને ક્યારે, જ્યાં એ તને ખબર ...
હૈયાનાં ને મનનાં તોફાનોમાં, અટવાયા જ્યાં જીવનમાં, નીકળવાના રસ્તા જ્યાં ખબર ...
જીવનમાં તો ખેલ છે બધી વૃત્તિઓના, ખેલ ખેલશું એમાં તો કેવા, જ્યાં એ ખબર...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)