હરેક શ્વાસો રે તારા, તારાં કર્મોનો તો એ સાક્ષી છે
હરેક શ્વાસો રે તારા, તારા ભાવોના તો એ સાક્ષી છે
હરેક શ્વાસો રે તારા, તારી વૃત્તિઓના તો એ સાક્ષી છે
હરેક શ્વાસો રે તારા, તારા ભાગ્યના તો એ સાક્ષી છે
હરેક શ્વાસો રે તારા, તારી લાગણીના તો એ સાક્ષી છે
હરેક શ્વાસો રે તારા, તારા જીવનના તો એ સાક્ષી છે
હરેક શ્વાસોમાં રે તારા, જગમાં તારી કહાની લખાતી રહી છે
હરેક શ્વાસો રે તારા, જીવનમાં તારી પળને ઊભી કસી રહી છે
હરેક શ્વાસો રે તારા, જીવનમાં અનુભવ તને દેતું રહ્યું છે
હરેક શ્વાસોની કિંમત સમજી લેજે, હરેક શ્વાસો કિંમત એની માંગે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)