સોંપીને ભાવિ રે તારું, અન્યના હાથમાં, નિશ્ચિંત બની શાને તું ફરે છે
દશા વિના નથી દીધું બીજું જેણે, એના ભરોસે ભાગ્ય શાને તું ઘડે છે
નચાવી નચાવી નચાવ્યા સદા તને તો જેણે, ભરોસો શાને એનો તું કરે છે
ઘડવું છે ભાવિ જ્યાં તારી મરજીથી, ભાવિ તારું શાને અન્યને સોંપી દે છે
ઘડશે અન્ય જો ભાવિ તારું, તૈયારી સ્વીકારવાની એની શું તેં રાખી છે
જેવું ઘડાયું હશે તારાથી કે અન્યથી, તારે ને તારે, ભોગવવું એને પડવાનું છે
વિચાર કરી તું સોંપજે એને, સોંપવું એને કોને, તારે ને તારે એ વિચારવાનું છે
ઘડાઈ જાશે જ્યાં ભાવિ તારું, ભોગવ્યા વિના, ના કાંઈ હાથમાં રહેવાનું છે
રાખીશ નહીં ઘડવું ભાગ્ય હાથમાં તારા, ઘડાશે કેવું, ના એ સમજાવાનું છે
ઘડી લેજે ભાગ્ય તું તારું, કરી પુરુષાર્થ એવા, એ જ જીવનમાં યોગ્ય રહેવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)