છુપાયેલાં ને છુપાયેલાં રહ્યાં છે, અનેક રહસ્યો, અનેક પડદાની પાછળ
ઊંચકાયા પડદા જ્યાં, રહસ્યો પરથી, રહસ્યો ત્યાં તો રહસ્ય નથી રહેવાનાં
ઊછળે રહસ્યો ભલે પડદામાં, રહેશે જ્યાં સુધી પડદામાં, સચવાઈ એ રહેવાનાં
હટયા પડદા જ્યાં કોઈ કારણસર, રહસ્યો ત્યારે રહસ્યો તો નથી રહેવાનાં
ખોલવાનાં હોય જે રહસ્યો, રાખજો એને, પડદા પાછળ તો છુપાવેલાં
છુપાવી છુપાવી રાખી રહસ્યો હૈયામાં, રાખી શકશો ક્યાં સુધી છુપાયેલાં
ઉકેલાતાં રહ્યાં છે કંઈક રહસ્યો બ્રહ્માંડનાં, રહ્યાં છે અનંત રહસ્યો તોય છુપાયેલાં
રહસ્યમય રહ્યું છે માનવમન, પડશે ઉકેલવા જીવનમાં રહસ્યો મનનાં છુપાયેલાં
ઉકેલાયું રહસ્ય જ્યાં પ્રભુમિલનનું, પ્રભુ ત્યારે તો દૂર નથી રહેવાના
રહસ્યોને રહસ્યમય ના રાખજે, કરતો રહેજે યત્નો જીવનમાં, એને ઉકેલવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)