સમજાયું નહીં જીવનમાં, પ્રીત કેમ જાગી ગઈ, પ્રીત કેમ થઈ ગઈ
ના સમજમાં પણ સમજદારીની જીત થઈ, સમજાયું નહીં પ્રીત કેમ થઈ ગઈ
આવીને વસી ગયા મારા એ તો દિલમાં, ખબર મને એની તો પડી નહીં
નજરના દ્વારથી પહોંચ્યા ક્યારે પ્રેમના પ્રદેશમાં, જાણ એની તો ના પડી
નજર નજરના ઘા થી, થયા ઘાયલ કેમ ને ક્યારે, સમજ એની પડી નહીં
સમજવા ચાહ્યું, સમજમાં ના આવ્યું, પ્રીત એની સંગ તો થઈ ગઈ
શાંત હૈયામાં અમારા, દર્દ મીઠાં જગાવી દઈ, પ્રીત એવી તો થઈ ગઈ
ચોરી ચેન એવા, ચોરી ઊંઘ અમારી, રાતભર અમને એ જગાવી ગઈ
લેવું ના હતું કોઈનું કદી, આપવું હતું સહુને કાંઈ, તોય યાદની આપ-લે થઈ ગઈ
આંખોમાં અમારા રે પ્રભુ, તસ્વીર જ્યાં આવી ગઈ, સમજાયું નહીં, પ્રીત ત્યાં થઈ ગઈ
સમાયા નજરમાં ને દિલમાં જ્યાં, દિલમાં અમારા દિવ્ય પ્રેમની ઘંટડી વાગી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)