રહી ગયા પાછળ ને પાછળ જ્યાં, જમાનો તો આગળ વહી ગયો
રહી ગયા, ખોટા ને ખોટા વિચારોમાં, જીવનમાં જમાનો આગળ વધી ગયો
લઈ ના શક્યા નિર્ણય સાચા જીવનમાં, જમાનો ત્યાં આગળ વહી ગયો
અટક્યા જીવનમાં જ્યાં આળસમાં ને આળસમાં, જમાનો આગળ ત્યાં વહી ગયો
થાતા ને થાતા રહ્યા ખોટી જ્યાં જીવનમાં, જમાનો ત્યાં આગળ વહી ગયો
રાખી ના શક્યા પગલાં જમાનાની સાથે ને સાથે, જમાનો આગળ ત્યાં વહી ગયો
કર્યો ના સ્વીકાર જમાનાનો જ્યાં જગમાં, જમાનો ત્યાં આગળ વહી ગયો
સમયની સાથે આવ્યા, રહેશે સમય સાથમાં, નહીંતર જમાનો આગળ વહી ગયો
સમયની આગળ નીકળ્યા, સમય રહેશે પાછળ, જમાનો આગળ તો વહી ગયો
છે ખેલ સમયના, તણાઈ એમાં, રહેશો ના પાછળ, જમાનો આગળ વહી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)