પ્રભુસ્મરણ વિના, જીવન આ શા કામનું, પ્રભુસ્મરણ વિના
થઈ જાશે કિંમત જગમાં તો એની કોડીની રે, પ્રભુસ્મરણ વિના
ભાવો તો રહી જાશે અધૂરા રે જીવનમાં રે, પ્રભુસ્મરણ વિના
સંસાર ને સંસારમાં ડૂબ્યા રહી જીવનમાં રે જગમાં રે, પ્રભુસ્મરણ વિના
નજરે નજરે ચડશે દૃશ્યો જગમાં, વળશે એમાં રે, પ્રભુસ્મરણ વિના
અથડાતા કુટાતા રહેશો રે જીવનમાં તો જગમાં રે, પ્રભુસ્મરણ વિના
મળશે ના શાંતિ તો સાચી જીવનમાં તો જગમાં રે, પ્રભુસ્મરણ વિના
દુઃખદર્દ તો ભુલાશે નહીં રે જીવનમાં તો જગમાં રે, પ્રભુસ્મરણ વિના
પ્રભુપ્રેમનો પૂર્ણ આનંદ, મેળવશો ક્યાંથી જીવનમાં રે, પ્રભુસ્મરણ વિના જનમોજનમના રે ફેરા, ક્યાંથી અટકશે રે એ જગમાં રે, પ્રભુસ્મરણ વિના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)