છું હું એક મોટો કરજદાર, છું હું તો એક મોટો કરજદાર
જનમોજનમના ચડતા રહ્યા છે, ચડતા રહ્યા છે કંઈક ઋણોના ભાર
જાણું ના ઋણ છે કોનું ને કેટલું, છું ને છે અજાણ્યા મારાથી મારા લેણદાર
રહીશ મથતો જીવનભર ફેડવાને ઋણોને, રહી જાશે તોય ઋણોના લેણદાર
ફેડતા જાશું, જાગતા જાશે નવાં ઋણો, જાગશે નવાં ઋણોના લેનાર ને દેનાર
ચડતા ને ફેડતા રહ્યા જનમોજનમથી, અટકી નથી એની તો વણઝાર
ગણું એને પ્રભુની માયા, કે કર્મોના તાંતણા, છટકી ના શકાશે એમાંથી લગાર
આવ્યા એ યુગોથી, ફેડાશે કેમ એ જીવનમાં, મળશે ના એનો રે અણસાર
સર્વ ઋણોનો તો છે ઋણી તો ભગવાન, છે એનો એ તો લેનાર ને દેનાર
કરી અર્પણ ઋણો બધાં રે એને, મટી શકીશ જીવનમાંથી તો તું કરજદાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)