શું થશે, શું થશે જીવનમાં મારું, ચિંતા જ્યાં આ કોરી ખાય છે
જીવનમાં પ્રભુના વિશ્વાસમાં, ગાબડાં ને ગાબડાં પાડતું એ તો જાય છે
ના ખાવા દે એ તો, ના કરવા દે એ કાંઈ, જીવનનું હીર હણતી એ જાય છે
મૂંઝવણ ને મૂંઝવણમાં ડુબાડી, અંધકારમાં ડુબાડી સદા એ તો જાય છે
શક્યતા ને અશક્યતાનાં, ગૂંચળાંને ગૂંચળાં, મનમાં તો રચાતાં ને રચતાં જાય છે
ગૂંચવાઈને ગૂંચવાઈને એમાં, જીવનની મીઠી નીંદર એમાં હરાતી જાય છે
ભૂખચેન તો જીવનમાં, ત્યારે ત્યાં તો, ઈદનો ચાંદ તો બની જાય છે
ખુદને તો ખુદના જીવનમાં, ખુદની ખુમારીમાં શંકા એ તો જગાવી જાય છે
જાણવા જતાં જીવનમાં, સોંપવી ચિંતા તો પ્રભુને, મુશ્કેલ બની જાય છે
ચડી ગઈ છે આદત ચિંતાની જીવનમાં, આદત એવી જીવનને ખેંચી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)