અનેક તાણે તાણે રે જીવનમાં રે તું, તણાતો રહ્યો છે રે તું એમાં
સ્થિર રહેવાને રે, તો એમાં સંયમ વિના, ના એમાં તો કાંઈ ચાલશે
છે તાણો તો જુદી જુદી રે જગમાં, રસ્તા છે જુદા જુદા એના ખેંચાણના
તણાતા રહ્યા છીએ રે જીવનમાં, ભાવોમાં ખેંચાતા રહ્યા છીએ રે ભાવોમાં
હચમચાવી જાશે, જીવન ને શંકાના સૂરો, તણાયા જ્યાં શંકાના પ્રવાહમાં,
ક્રોધમાં ને ક્રોધમાં ખોવાતું જાશે ભાન જગમાં, નીકળાશે ના બહાર જલદી એમાં
ઉતાવળ ને ઉતાવળમાં પડતાં જાશે ગાબડાં, તો વિનય વિવેકમાં
વિચારો ને વિચારો તાણતા જાય જીવનને, રહેશે ના જ્યાં એ હાથમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)