કેમ થયું, શાને થયું, અચરજમાં મને એ નાખતું ગયું
દિલમાં જાગ્યું, દિલમાં વસ્યું, અચરજમાં નાખતું એ તો ગયું
પ્રેમભર્યું કોમળ અજબ એ હતું, દિલમાં તો એ સમાઈ ગયું
પ્રેમથી જતન કર્યું, પ્રેમે જતન એણે કર્યું, તત્ત્વ એવું એ હતું
આકાર વિના, આકાર ધરી, ભાવના મારી એ તો પોષી ગયું
ઇચ્છા વિના પણ એ તો, દર્દ મીઠું મીઠું દર્દ એ તો દેતું ગયું
શું થયું, કેમ થયું, સમજણની બહાર બધું એ તો બની ગયું
તેજ એનું તો એવું હતું, શીતળતા એની એ તો દઈ ગયું
ના કહ્યું કાંઈ મેં તો એને, બધું મને તોય એ તો કહી ગયું
શું કરવું, કેમ કરવું, મૂંઝવણમાં મને એ તો મૂકી ગયું
થતું ગયું, થાતું ગયું, યત્ન વિના બધું ત્યાં તો બનતું ગયું
આવા એ તત્ત્વને, હૈયું મારું તો સદા, નમતું ને નમતું રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)