છું હું તો છું, ત્યાં ને ત્યાં તો છું, છે પ્રભુ તું જ્યાં, ત્યાં ને ત્યાં તો છે
કદી લાગતો મને તું નજદીક, કદી લાગ્યો દૂર ને દૂર મને તો તું
કદી રહ્યો તારા કાજે તો ભાવમાં હું શુદ્ધ, કદી પ્રેમપ્રચુર બન્યો તો હું
હૈયું કહેવાય છે તો મારું, છે એ તો તારું, નાચે અને નચાવે એમાં મને તો તું
રહેતું નથી કાબૂમાં એ તો મારા, માલિક જ્યાં એનો તો છે એનો તો તું
સમજાતું નથી મને તો, આવા મારા હૈયાને, દૂર ને દૂર લાગે છે કેમ તો તું
નાનું એવું હૈયું, બન્યું મહાનતાનું બિંદુ, આવી વસ્યો છે જ્યાં એમાં તો તું
એવા હૈયા ઉપર પડયા છે તારી માયાના ડોળા, બચાવજે એમાંથી એને રે તું
કરતો રહ્યો છે પ્રતીક્ષા ને પ્રતીક્ષા, આવી ચડશે ક્યારે એની નજરમાં તો તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)