કરે છે, કરે છે, કરે છે, જગમાં પ્રભુ, સહુનું કલ્યાણ તો કરે છે
જગમાં સ્વાર્થ આપણો જીવનમાં, ના કબૂલ એ તો કરવા દે છે
જગમાં હરેક કાર્યમાં, સૂક્ષ્મ હિત તો સહુનું છુપાયેલું તો રહે છે
જગમાં બાળ છે સહુ તો પ્રભુના, અહિત પ્રભુ ના કોઈનું તો કરે છે
હાથ હેઠા જીવનમાં જ્યાં સહુના પડે છે, સોંપવું બધું તો પ્રભુને પડે છે
લોભ-લાલચ જીવનમાં તો આપણા, સ્વીકારવા ના જલદી એ તો દે છે
આપણી ને આપણી ખોટી વૃત્તિઓ, સમજણ બધી એ તો હરી લે છે
દોર તો છે જ્યાં પ્રભુના તો હાથમાં, એની સ્વપ્નસમ સૃષ્ટિમાં સ્વપ્નસમ બને છે
છે હિત તો સહુનું એમાં, જોડી વૃત્તિ બધી પ્રભુમાં, સંતાન બની જે રહે છે
કરશે હિત સહુનું તો પ્રભુ, એ સમજણમાં, હિત સહુનું તો રહે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)