છે ભલે તું આસપાસમાં, છે ભલે તું હરેક વાતમાં
છે વિનંતી મારી રે પ્રભુ, રહેજે સદા તું મારા સાથમાં
છે તું હર કડવાશમાં, છે તું જીવનની હર મીઠાશમાં
છે તું હવાના હર પ્રવાહમાં, છે તું અન્નના હરેક કણમાં
છે તું જગતના હર અન્યાયમાં, છે તું જગના હરેક ન્યાયમાં
છે તું જગની હરેક જળની ધારામાં, છે તું અગ્નિના હરેક તાપમાં
છે તું જગની હરેક નજરમાં, છે તું જીવનના હરેક ભાવમાં
છે તું જગના હરેક કાર્યમાં, છે તું જીવનના હરેક અભાવમાં
છે તું જગના હરેક અજ્ઞાનમાં, છે તું જગના હરેક જ્ઞાનમાં
આવીને વસજે હૈયે રે મારા, વસજે સદા તું મારી વિનંતીમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)