અંજાઈ ગયા, અંજાઈ ગયા, જીવનમાં રે જ્યાં, કોઈ તેજમાં રે
પરમતેજના રે, જીવનમાં રે, દર્શન તો ક્યાંથી રે થાશે
અંજાઈ ગયા જીવનમાં રે જ્યાં, ખોટી શાનના રે તેજમાં રે
અંજાઈ ગયા જીવનમાં રે જ્યાં, વાચાળતાના રે તેજમાં રે
અંજાઈ ગયા જીવનમા રે જ્યાં, ખોટાં કર્મોના રે તેજમાં રે
અંજાઈ ગયા જીવનમાં રે જ્યાં, લોભલાલચના રે તેજમાં રે
અંજાઈ ગયા જીવનમાં રે જ્યાં, ખોટાં વિચારો ને ખોટાં સપનાંના તેજમાં રે
અંજાઈ ગયા જીવનમાં રે જ્યાં, માયાના રે તેજમાં રે
અંજાઈ ગયા જીવનમાં રે જ્યાં, સુખના રે તેજમાં રે
અંજાઈ ગયા જીવનમાં રે જ્યાં, જાળવવાના રે તેજમાં રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)