આનંદ ને સુખના તારા કિનારા રે, છે એ તો આ ધરતી પર તો તારા
શોધવા પડશે રે એને રે, આ ધરતી પર તો તારે, તારે રે, એના રે કિનારા
ગોતવા જીવનમાં એને રે, પડશે રે છોડવા, જીવનમાં તારે, બીજા રે કિનારા
મળશે ના જો તને એના રે કિનારા, મળશે બીજે ક્યાંથી રે, તને એના રે કિનારા
આનંદ ને સુખના કિનારા રે, સમાઈ જાશે રે એ તો, તારા શાંતિના કિનારા
તારા ભાવના કિનારાને સમાવી દેજે રે, પ્રભુ ભાવના રે કિનારા
પ્રભુપ્રેમના કિનારાને રે, શોધવા ના પડશે, પ્રભુ કૃપાને દયાના કિનારા
જ્ઞાનના સાગરને હોતી નથી કોઈ સીમા, મળશે ના એના રે કિનારા
તેજની સીમાને હશે ના કિનારા અંધકારમાં, મળશે ના એના રે કિનારા
સપનાના કિનારાને અડશે ના જાગૃતિના કિનારા, શોધશો ના એને જાગૃતિના કિનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)