આંજવા નથી રે મારે, કોઈને રે જગમાં, અંજાઈ જાય રે પ્રભુ, એ તો ઘણું છે
કોઈ મારાં કર્મોથી કે વાણીથી, અંજાઈ જાય જગમાં, એમાં તો હું શું કરું
જીવન જીવવું છે એવું, અંજાઈ જાય ના જો પ્રભુ, જીવન તો એ રહ્યું અધૂરું
પ્રેમથી અંજાઈને ખેંચાઈ આવે જો પ્રભુ, જીવન જીવ્યું ધન્ય ત્યારે તો થયું
ભાવ વિનાનું જીવન, ખેંચી ના શકે ખુદનું હૈયું, ખેંચી શકશે ક્યાંથી પ્રભુનું હૈયું
ધનદોલતથી ખેંચાઈ ના જાશે જગમાં પ્રભુ, જ્યાં દીધું છે એણે તો બધું
ભાવને પ્રેમથી સદા અંજાયા ને બંધાયા છે રે પ્રભુ, એના વિના નકામું છે બધું
ભાવ ને પ્રેમને ગોતવા જાવા પડે ના બીજે, છે જરૂર એમાં તો તારું ને તારું હૈયું
નિર્દોષતામાં ને સરળતામાં સદા અંજાઈ જાશે, ભીંજાઈ જાશે, પ્રભુનું તો હૈયું
અંજાઈ જાશે જ્યારે જગકર્તાનું રે હૈયું, છલકાઈ ઊઠશે પ્રેમથી તારું તો હૈયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)