શાને ગુજારો છો સિતમ તો તમે, બેકાબૂ બનાવીને જીવનમાં અમને
છીએ ભલે અશક્ત જીવનમાં રે અમે, બનાવો છો નિશાન એમાં રે અમને
કર્યાં હશે ગુના ઘણા, ભલે રે અમે, શાને ગણ્યું સિતમનું બહાનું એમાં તમે
ડગમગી જઈએ છીએ, વિશ્વાસમાં રે અમે, શાને બનાવ્યું સિતમનું કારણ એને
નાથી ના શક્યા વૃત્તિઓને તો અમે, બનાવતા રહ્યા છો, ભોગ એના અમને
ચાલીએ સીધી રાહ પર જીવનમાં અમે, ચૂકતા નથી કરવી કસોટી તો તમે
દુઃખદર્દની વિસાત નથી જીવનમાં, શાને ડુબાડી રાખો છો એમાં ને એમાં અમને
પ્રેમભૂખ્યા અમારા હૈયાથી, દૂર ને દૂર રાખો છો, કિનારા તમારા તો તમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)