જે જે બને છે, જ્યાં જ્યાં બને છે, જ્યારે જ્યારે બને છે
પ્રભુની જાણ વિના, જગમાં તો, ના કાંઈ બને છે
ફોગટ ચિંતા જગમાં તો એની, શાને તો તું કરે છે
ચાલતું રહ્યું છે, ચાલતું રહે છે, પ્રભુ જ્યાં એ ચલાવતા આવ્યા છે
કર્તા તો જગના તો છે પ્રભુ, કર્તા શાને તું એનો તો બને છે
વળશે તારું તો શું ચિંતા તો કરવાથી, ચિંતા કરવાથી ના કાંઈ વળવાનું છે
ના કાંઈ તો છે જગમાં તો તારું, ગણીને બધું તારું ને તારું
છૂપું ના રહેશે તો કાંઈ પ્રભુથી, ના એની જાણ બહાર તો કાંઈ બને છે
સુખદુઃખ તો જેને, તું તો ગણે છે, પ્રભુ એને તારાં કર્મોની દેન કહે છે
સાંનિધ્ય સાધી લે મનથી તું પ્રભુનું, ના લીન એમાં કેમ તું રહે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)