છે મને તો એક તારો સહારો, જોઈતો નથી પ્રભુ મને કોઈ બીજો સહારો
શોધતો રહ્યો જીવનનો હું તો કિનારો, છો પ્રભુ તમે તો મારો કિનારો
છે મારા હૈયાની મૂંઝવણની કહાની, દૂર કરો હૈયાનો તો એ મૂંઝારો
તાર્યા જગમાં અનેકને તેં તો પ્રભુ, મને તારીને, જગમાં કરો એમાં વધારો
છે હૈયાનું આસન મારું તો તમારું, પ્રેમથી એમાં તમે તો પધારો
રખાવજો જીવન વિશુદ્ધ તો એવું, કરવો પડે ના એમાં તો સુધારો
જોઈ રહ્યો છું એ દિનની તો રાહ, સ્વીકારવા મને, હાથ તમે ક્યારે પસારો
ગયો છું જીવનમાં દુઃખદર્દમાં દબાઈ, દુઃખદર્દને જીવનમાં હવે તો નિવારો
ભટકી ગયો છું જીવનની રાહમાં એવો, રાહ સાચી જીવનમાં તો બતાવો
ભમી ભમી ખૂબ થાકી ગયો છું રે પ્રભુ, હવે મને તો પાર ઉતારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)