ડેરા તંબુ તાણીને રે પ્રભુ, બેસશું અમે રે,બેસશું અમે રે, તારે રે દ્વાર
ના અમે ઊઠીશું, ના અમે ઉઠાવીશું રે તંબુ, સાંભળીશ ના જો તું હૈયાંની પુકાર
કરીએ અમે તો ભૂલો, કરજે માફ અમને, છે તું તો એક અમારો રે આધાર
નાખશું વિશ્વાસના રે પાયા એવા રે જીવનમાં, હાલે ના એ તો લગાર
ડૂબ્યા છીએ જગમાં અમે તો એવા, ચૂક્યા ના જગમાં તોયે જીવનના વ્યવહાર
સહન કરશું જે વીતશે અમારા પર, હટાવશું ના તંબુ અમે તો લગાર
પુણ્ય વિનાના છીએ અમે તો તારા બાળ, આવ્યા તારે દ્વાર, કરજે તું ઉધ્ધાર
સૂધબૂધ ગયા છીએ અમે તો ભૂલી, રાખી નજર સામે તને, ભૂલી ગયા ઉંધ ને આહાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)