હૈયામાં જ્યાં વિરાજમાન છો તમે પ્રભુ, શાને અમારે બીજે ગોતવું પડયું
શાને ગોતવું પડયું અન્ય ઠેકાણે, જ્યાં હૈયામાં તમે વિરાજમાન છો
એવી કરી રે લીલા શાને રે તમે, ગોતવા અમારે બહાર જાવું પડયું
રાત ના જોઈ, દિવસ ના જોયા, તને તો ગોતતા ને ગોતતા રહ્યા
સમય કે કસમય ન જોયા, તારા શોધમાં હૈયું તો વ્યાકુળ બન્યું
હૈયામાં વિરાજ્યાં જ્યાં તમે પ્રભુ, જોયા ના કર્મો-અકર્મો અમારાં પ્રભુ
તમે તો સદાયે અમારા વિશ્વાસને, વિશુદ્ધતા સાથે લેણું રાખ્યું
ક્યારેક આવીએ એવા તારી પાસે રે પ્રભુ, સમજાયું નહીં હૈયું કેમ દૂર ગયું
જ્યાં અમારી વ્યાકુળતાને તો, તારા પ્રેમનું સ્વરૂપ તો મળ્યું
અમારા ભાવનું એમાં મિશ્રણ થયું, નાઇલાજ બની તમારે પ્રગટ થાવું પડયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)