આરામ નથી, આરામ નથી, જીવનમાં તો ક્યાંય આરામ નથી
આરામ નથી, જીવનમાં તો, આ રામને તો ક્યાંય આરામ નથી
વિચારોને વિચારો રહે ધસમસતા, વિચારોને તો કોઈ આરામ નથી
ઇચ્છાઓ રહે જીવનમાં તો જાગતીને જાગતી, ઇચ્છાઓને તો આરામ નથી
લોભલાલચ તો રહે ઊછળતા જીવનમાં, જીવનમાં એને કોઈ આરામ નથી
મનડું રહે ફરતું ને ફરતું તો જગમાં, મનડાંને તો કોઈ આરામ નથી
કર્મ જીવનમાં તો થાતાને થાતા રહે, કર્મને તો ક્યાંય આરામ નથી
ચિંતાઓ તો જીવનમાં થાતીને થાતી રહે, ચિંતાઓને તો કોઈ આરામ નથી
થાકે ના દુઃખ દર્દ તો જીવનમાં, દુઃખ દર્દને જગમાં તો કોઈ આરામ નથી
સદા રહે, પ્રભુ તો કાંઈને કાંઈ તો કરતા, પ્રભુને તો કોઈ આરામ નથી
ધરતી ફરતીને ફરતી રહે તો જગમાં, ધરતીને તો કોઈ આરામ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)