અરે ઓ મારી ડૂબતી નાવડી રે, કેમ કરી અધવચ્ચે તને હું છોડું
રહી તરતી, રાખી તરતો સંસારમાં, તારી અંદર, કેમ કરીને તને ત્યજી શકું
વિતાવ્યા સુખમય દિવસો, રહીને તારી અંદર, કેમ કરીને તને ત્યજી શકું
છોડયા સાથ ભલે, કંઈક સાથી ને સાથીદારોએ, કેમ કરીને તને હું છોડી શકું
વહન કર્યો ભાર તેં મારા જીવનનો, કેમ કરીને તને તો હું ભૂલી શકું
રહ્યા સાથે, ભલે ડૂબશું સાથે, તને છોડવાનો વિચાર કેમ કરીને કરી શકું
હરેક કોશિશો કરી, સાથે તરવાની, સાથે રહેવાની, કેમ કરીને નિર્ણય આ બદલી શકું
દુઃખી રહેશું, સુખી રહેશે, તરશું કે ડૂબશું, સાથે ને સાથે ભેગા તો રહેશું
સુખ મળ્યું, ભોગવવું સાથે, હવે અધવચ્ચે કેમ કરીને તને હું તો છોડું
છે એક જ આધાર તારો ને મારો તો પ્રભુ, એના આધારે તો તરશું કે ડૂબશું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)