કરતો ગયો જીવનમાંથી આ બધું બાદ, જીવન મારું ત્યાં આબાદ થઈ ગયું
કરી માયાને જીવનમાંથી જ્યાં બાદ, જીવન મારું ત્યાં તો આબાદ થઈ ગયું
કરતો ગયો જીવનમાંથી ભૂલોને તો બાદ, જીવન મારું ત્યાં આબાદ થઈ ગયું
ખોટાં ખયાલોને ને વિચારોને કરી નાખ્યા જ્યાં બાદ, જીવન ત્યાં આબાદ થઈ ગયું
વેરને ને હિંસાને કરી નાખી હૈયામાંથી જ્યાં બાદ, જીવન મારું ત્યાં આબાદ થઈ ગયું
નિરાશાઓના સરવાળાને કરી નાખ્યા જ્યાં બાદ, જીવન મારું ત્યાં આબાદ થઈ ગયું
તર્કકુતર્કોને જીવનમાંથી કરતો ને કરતો ગયો બાદ, જીવન ત્યાં આબાદ થઈ ગયું
શંકાકુશંકાઓને હૈયામાંથી કરતો ગયો જ્યાં બાદ, જીવન ત્યાં આબાદ થઈ ગયું
હરેક કાર્યમાંથી ગેરસમજને જ્યાં બાદ ને બાદ, જીવન ત્યાં આબાદ થઈ ગયું
આબાદ થઈ ગયું, આબાદ થઈ ગયું, જીવન તો ત્યાં આબાદ થઈ ગયું
કરી ના શકશે જીવનમાંથી જ્યાં આ બાદ, જીવન તો ત્યાં બરબાદ થઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)