એવાં કેવાં છે રે તારા, જીવનમાં રે, કર્મોનાં રે કારનામાં
ઊઠી રહ્યાં છે રે, તોફાનો રે એવાં રે એનાં, તારા રે હૈયામાં
રહ્યાં છે રે ડૂબી ને ડૂબી, હૈયાં રે તારાં, તો એમાં ને એમાં
છે અસર એની રે કેવી, છવાયા છે અંધકાર એના, હૈયાના ખૂણેખૂણામાં
વીતી રહ્યું છે રે જીવન, એમાં તો તારું, દુઃખમાં ને દુઃખમાં
વિશુદ્ધ પ્રેમની રે ધારા, સુકાઈ ગઈ છે એમાં, તો તારા દિલમાં
દૂભવ્યાં દિલ તેં અનેકનાં, દુભાયું દિલ તારું તો એમાં ને એમાં
થાતી રહી છે હાલત ડામાડોળ તારી, ઘટીશ એમાં તું વિશ્વાસમાં
રહી રહી ઉદાસ, એના અંધકારમાં, આવીશ ક્યાંથી તું જીવનના પ્રકાશમાં
બંધ કર હવે તું ખોટાં ઉધામા, શીખવી રહ્યા છે કર્મનાં કારનામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)