અધવચ્ચે કેમ તું તો અટકી ગયો, અધવચ્ચે કેમ તું તો અટકી ગયો
નીકળ્યો હતેં જીવનમાં જવાને જ્યાં, કેમ ના ત્યાં તું પહોંચ્યો, અધવચ્ચે કેમ તું અટકી ગયો
કરી શરૂઆત તો તેં જોમ ને જોશથી, અધવચ્ચે કેમ તું એ તો ખોઈ બેઠો
ગણતરી વિના કરી હતી શું તેં શરૂઆત, ગણતરી તારી તું શું ચૂકી ગયો
છે એ મંઝિલ તો તારી ને તારી, પહોંચવાનું છે તારે ને તારે, અધવચ્ચે કેમ તું અટકી ગયો
શરૂઆત ને શરૂઆત કરતો ને કરતો રહીશ તું, મંઝિલ ક્યારે એમાં તું પહોંચવાનો
આજુબાજુ નજર શું તું ફેરવતો રહ્યો, દિશા એમાં તારી તું શું ભૂલી ગયો
મૂકી દીધી છે આશ શું તેં પહોંચવાની, યત્નોમાં એમાં શું તું ઢીલો પડયો
સામનો ને સામનો એમાં કરવો પડયો, વધુ પડતો તને શું સામનો લાગ્યો
શું મંઝિલ ને મંઝિલ તું ફેરવતો રહ્યો, મંઝિલ તારી સ્થિર શું તું તારવી શકે
છોડ ના હાથ તું હૈયેથી, અંતર્યામી તો રહ્યો છે એ જોતો ને સાથ દેતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)