ખીલવા દેજે રે, ખીલવા દેજે એને રે પ્રભુ, વાવ્યો છે હૈયે રે તારા નામના છોડને
વાવ્યો છે જ્યાં મેં એને પ્રેમથી રે પ્રભુ, વ્હાલથી જતન એનું તો તું કરજે
ઊઠતાં ને ઊઠતાં રહ્યાં અંતરમાં ખૂબ તોફાનો, હડસેલી રહ્યાં છે એ તો એને રે
કરમાશે અકાળે એ તો જીવનમાં રે પ્રભુ, ખીલશે પાછો ક્યાંથી એ જીવનમાં રે
છે સુખની ડાળી મારી રે, એ તો જીવનમાં, ના જીવનમાં એને તો તું તૂટવા દેજે રે
છે મારો ને તારો એ તો પ્રેમનો રે તાંતણો, મજબૂત એને તું બનવા દેજે રે
છે મારા જીવનમાં, મારા સુખદુઃખની રે ચાવી, ના એને રે તું ઝૂંટવી લેજે
અપાવે છે યાદ એ તો તારી ભુલાવી જગને તો, એમાં જગને મને ભૂલવા દેજો રે
છે મારા જીવનનો એ સાર ને આધાર રે, ના જીવનમાં એને રે તું તૂટવા દેજે રે
હૈયે તો તારી પાસે પહોંચવાના છે કોડ રે, વાવ્યો છે હૈયે એથી તારા નામના છોડને રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)