લાગે રે જીવનમાં, તને તો જ્યારે, પડી ગયો છે એકલો તું તો જ્યારે
પોકારજે હૈયામાં નામ તો તું પ્રભુનું, દોડી આવશે, સાથ દેવાને એ તો ત્યારે
ઇચ્છાઓ ને ઇચ્છાઓનો સાથ લઈને, કરી છે જીવનસફર શરૂ તેં તો જ્યારે
તૂટતી ને તૂટતી ગઈ જીવનમાં એ તો, પહોંચાડી ના શકશે મંઝિલે એ તો ત્યારે
લઈ લઈ વિકારોના સાથ જીવનમાં, કરી જીવનસફર શરૂ તેં તો જ્યારે
પહોંચાડી નથી શકી એ તો તને મંઝિલે, લાગે છે પડી ગયો એકલો તું ત્યારે
લઈ લઈ વિચલિત મનડાનો સાથ જીવનમાં, કરી રહ્યો છે જીવનસફર તું તો જ્યારે
થાકતો ને થાકતો આવ્યો છે તું એમાં, પહોંચી નથી શક્યો મંઝિલે તું તો જ્યારે
લઈ લઈ વિચારોને બુદ્ધિમાં, સાથ જીવનમાં, કરી રહ્યો છે જીવનસફર તું જ્યારે
ચડાવી દીધું છે ઊંધા પાટે તારા જીવનને, પહોંચીશ ના મંઝિલે તું જ્યારે
ગોતતો ના કારણ તું જીવનમાં, લેવું છે નામ પ્રભુનું હૈયેથી જ્યારે
બની શકીશ એકરૂપ એમાં તો તું જ્યારે, દોડી આવશે પ્રભુ જરૂર ત્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)