કહેતા ને કહેતા રહ્યા છે સહુ, કરવી છે જગમાં તો કાંઈ તો સેવા
મળતા નથી જીવનમાં અમને મોકા રે એવા, કરીએ ક્યાંથી અમે સેવા
આવે મોકા જીવનમાં રે જ્યારે કરવાની સેવા, પહેલાં ત્યાંથી એ તો ભાગતા
દીધો મોકો સહુને પ્રભુએ, દીધું ઘર કરવા શરૂઆત, શરૂ કરવાને સેવા
ઘરને સેવાક્ષેત્રમાં ફેરવવાને બદલે, ફેરવ્યું સહુએ એને તો કુરુક્ષેત્રોમાં
ભાગવાને, બચવાને તો એમાંથી, ગોત્યા સહુએ એમાં તો બહાનાં
સેવા સેવાને ઠેકાણે રહી, ગોતવી પડી એણે, બહાર ને બહાર સેવા
ખાતાને મળતા રહ્યા મેવા, દોડી ગયા કરવાને બહાને ત્યાં સેવા
ના મળ્યા જ્યાં ખાવાને તો મેવા, કરી ના શક્યા પ્રેમથી સેવા
દીધો છે મોકો જગમાં એકસરખો સહુને, પ્રભુએ કરવાને સેવા
પ્રભુની સેવા કરવામાં પણ, માનવી ના ભૂલ્યો માંગવા મેવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)