દિન પર દિન તો વીતતા જાય છે, ના આગળ વધાય છે
જીવન તો જગમાં, બસ આમ ને આમ તો વીતતું ને વીતતું જાય છે
વિકારો ને વિકારો જીવનમાં વધતા જાય છે, ના અટકાવી શકાય છે
જીવન એમાં ને એમાં મેલું થાતું જાય છે, જીવન આમ વીતતું જાય છે
ઇચ્છાઓ ને ઇચ્છાઓ જાગતી જાય છે, ના એ તો અટકી જાય છે
જીવનને તો એ તાણતી જાય છે, જીવન આમ ને આમ વીતતું જાય છે
જીવનમાં પ્રપંચો ને પ્રપંચો તો, ખેલાતા ને ખેલાતા જાય છે
ઘાયલ અન્યને કરી, ઘાયલ કરી જાય છે, જીવન આમ ને આમ વીતતું જાય છે
જીવનમાં ઇર્ષ્યા, વેર, ક્રોધ ને અસંતોષનો, દાવાનળ સળગતો જાય છે
જીવનને ખાક કરતું એ તો જાય છે, જીવન આમ ને આમ વીતતું જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)