પૂછશો ના, પૂછશો ના, કોઈ મને એ પૂછશો ના
જીવનમાં રોકાયો ક્યાં, કેમ ને કેટલો, મને કોઈ એ પૂછશો ના
છે વાત એ તો લાંબી, કરવા બેસીશ ટૂંકાવવા, એ ટૂંકામાં કહી શકશે ના
લાગશે ભલે થોડી સારી કંઈક, તકલીફ આપ્યા વિના એ રહેશે ના
વીતી ગઈ છે, ગઈ છે એ તો વીતી, પૂછી પૂછી ફરી યાદ એની ઊભી કરશે ના
છે અસફળતા ને અસફળતામાં ગૂંથાઈ, પડશે છૂટી પાડવી મુશ્કેલ એને
એને છૂટી પાડવાની કોશિશ, મારી પાસે તો એ કરાવશો ના
ગઈ ખેલી આંખમીંચોલી એ તો એવી, અપાવી યાદ, સ્મૃતિપટ પર એને લાવશો ના
ભંડારી દીધી છે એને હૈયાના છૂપા ખૂણામાં, બહાર પાછી એને કઢાવશો ના
સંઘરી રાખી છે હૈયામાં એને, યાદ અપાવી, આંસુરૂપે બહાર કઢાવશો ના
હતી ઉમ્મીદ મંઝિલે પહોંચવાની, ના પહોંચી શક્યો, કેમ એ હવે પૂછશો ના
પહોંચ્યો નથી, છે એ વાસ્તવિકતા, જીવનમાં એ સ્વીકાર્યા વિના ચાલશે ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)