ભજન કર્યું જીવનમાં પ્રભુનું, હૈયું જો ના એમાં ભીંજાયું
એવું ભજન કર્યું, તોય શું, ના કર્યું તોય શું
સંત પાસે ગયા, શંકાઓ તોય ના છોડી શક્યા
તો સંત પાસે ગયા તોય શું, ના ગયા તોય શું
ધોયાં કપડાં, ડાઘ તો એવા ને એવા જ રહ્યા
એવાં કપડાં ધોયાં તોય શું, ના ધોયાં તોય શું
નાહ્યા ચોખ્ખા પાણીથી, તન જો મેલાં ને મેલાં રહ્યાં
એવું નાહ્યું તોય શું, ના નાહ્યા તોય શું
ભાવનાં ભોજન તો સામે આવ્યાં, ભૂખ પેટમાં હોય ના
જો એવાં પકવાન આવ્યાં તોય શું, ના આવ્યાં તોય શું
આપી લક્ષ્મી પ્રભુએ તો ઘણી ઘણી, સદુપયોગ ના કર્યો
એવી લક્ષ્મી મળી તોય શું, ના મળી તોય શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)