એવું તેં શું જોયું, એવું તેં શું જોયું, પ્રભુ એવું તેં શું જોયું
આવીને વસીને મારી તો અંદર, પ્રભુ એવું તેં શું જોયું, એવું તેં શું જોયું
રહી રહીને તો મારી અંદર, બહાર નીકળવાનું તેં નામ ના લીધું
દીધી શાંતિ ભલે તેં તો હૈયાને, રહીને તો મારી અંદર ને અંદર
કયા ભાવના ખેંચાણે તને ખેંચ્યું, તને રહેવાને રહેવા મારી અંદર
થઈ કઈ ભૂલ તો નયનોથી, નીકળી બહાર દર્શનથી વંચિત રાખ્યું
હતો શું ભાવ તારો સુધારવાનો, રહી રહીને તો મારી અંદર
હૈયાના મારા કંઈક ઉછાળામાં, રહી કેમ શક્યો તું મારી અંદર
ના મૂંઝાયો શું તું, રહ્યો શાંતિથી તો તું, જોતો જોતો મારી અંદર
જણાવવા ના દીધું તેં તો મને, રહ્યો હતેં તું જોતો, રહીને મારી અંદર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)