કરેલાં કર્મો રે તારા જીવનમાં, જગાવશે ચિંતા એ તો, હૈયામાં તારા
એમાં કાંઈ ચિંતા કરી, તારું વળશે ના (2)
હરી લેશે નૂર એ તો તારું, ઘટશે જીવનમાં શક્તિ એમાં તો તારી
હરપળે કરીને ચિંતા એની, અંધકાર વિના બીજું, એમાં કાંઈ દેખાશે ના
વળગશે હૈયે જ્યાં એ તો એવી, સૂઝશે ના દિશા એમાં વિચારવાની
કરીશ કોશિશો એમાં ભલે ઘણી, ચિત્તને એ ખેંચ્યા વિના રહેશે ના
હરી લેશે સાચાખોટાંની સમજણ તારી, રાખશે દૂર એ આશા સફળતાની
જગાવશે હૈયે નિરાશાની વેદના ભારી, કર્યાં વિના તોય એ રહેશે ના
મૂંઝારાની વધશે એમાં તો ભારી, સૂઝશે ના કોઈ નીકળવાની રે બારી
રહેશે યત્નો તારા એમાં ખોટાં ને અધૂરા, ધાર્યું પરિણામ એ તો લાવશે ના
કર કોશિશ એક વાર જીવનમાં તો તું, એને છોડવાની ને એને ભૂલવાની
થઈ જાશે હૈયું તારું એમાં જ્યાં શાંત, મારગ મળ્યા વિના તને રહેશે ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)