કરી કરી કોશિશો જીવનમાં તો ઘણી, હાથમાં તારા તો કાંઈ રહ્યું નહીં
શીખ્યો શીખ્યો ઘણું ઘણું જગમાં તું, સમજણ એની તો રહી નથી
કર્યાં યત્નો જીવનમાં કેવા એ તો તું જાણે, ધાર્યું પરિણામ એનું આવ્યું નથી
સમજ જીવનમાં આ તો જરા આવ્યો ખાલી હાથે, ખાલી હાથે જવા વિના રહેવાનો નથી
ગણ્યા ગણ્યા જીવનમાં જેને તેં તારા, અધવચ્ચે છટકવા વિના રહેવાના નથી
હૈયાને ને ચિત્તને શાંત કર્યાં વિના, કોઈ વાત તારા હૈયામાં ઊતરવાની નથી
સુખદુઃખ તો છે હૈયાની રે સ્થિતિ, હૈયાને અલગ એનાથી રાખી શક્યો નથી
મુસીબતોમાં જાળવી ના શક્યો સમતુલતા, ઉપાધિ વિના હાથમાં કાંઈ રહ્યું નથી
દુઃખને જીવનમાં જ્યાં ભૂલી શક્યો નથી, કોશિશો સુખની આથી કરી શક્યો નથી
રહ્યું નથી કાંઈ હાથમાં તો તારા, બૂમ એની પાડયા વિના તું રહ્યો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)