આદર્યાં ઉત્સાહથી કાર્યો રે જીવનમાં, સામનામાં ઉત્સાહ સરતો જાય
કાર્યો ત્યાં અધૂરાં રહી જાય, મુખેથી શબ્દો ત્યારે સરી જાય, પ્રભુ કરે ને કરાવે તેમ થાય
દુઃખદર્દ જીવનમાં જ્યાં ના સહન થાય, દવા રે એની, હાથમાં ના મળી જાય
યત્નો ને યત્નોની સફળતા જીવનમાં રે જ્યાં, હાથતાળી આપતી ને આપતી જાય
જીવનમાં જ્યારે આપણને આપણી, સાચી શક્તિનો અંદાજ મળી જાય
ધારણા ને ધારણા બહાર જીવનમાં તો જ્યાં, બનતું ને બનતું તો જાય
પ્રભુની કરુણા ને કરુણામાં, હૈયું તો જ્યાં આનંદમાં ને આનંદમાં નહાય
મૂંઝારા ને મૂંઝારાથી મનડા ને હૈયાનું આકાશ ઘેરાતું જાય, મારગ ના ક્યાંય દેખાય
સ્વાર્થમય વૃત્તિઓ ઉપાડા લે જીવનમાં જ્યારે, પ્રભુ વિના પૂરું કરનાર ના કોઈ દેખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)