છે જીવનમાં અહંની ખાઈ તો ઊંડી, દેતો ના તારી જાતને એમાં તું ગબડાવી
ગબડયો જ્યાં એક વાર તું એમાં, બહાર નીકળવાની પડશે તને મુશ્કેલી
રહેશે યત્નો નાકામયાબ તારા, રાહ જોવી પડશે ત્યારે તો પ્રભુની કૃપાની
તારા ને તારા થઈ જાશે તારાથી અળગા, એમાં તો તારા ને તારાથી
છે જીવનમાં એ તો પતનનું પગથિયું, ચાલતો ના એના પર પગ માંડી
ચાલીશ જ્યાં એક વાર તું એમાં, નોતરીશ તું જીવનની એમાં ખાનાખરાબી
રોકી ના શકીશ અન્ય દોષોને તું એમાં, થઈ જા આ દોષમાંથી મુક્ત જલદી
થઈશ ને કરીશ દુઃખી એમાં તું, વહી જાશે અશ્રુઓ તો ત્યારે નયનોથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)