હૈયું તારું જ્યારે ભરાઈ આવશે, અશ્રુથી નયનો રે તારાં ઊભરાઈ જાશે
દુઃખદર્દની માત્રા જીવનમાં, સહનશીલતાની સીમા પાર કરી જાશે
નિરાશાઓ ને નિરાશાઓમાં લંગાર, જીવનમાં જ્યાં મળતી ને મળતી જાશે
અન્યના દુઃખની રે ધારા, તારા હૈયાને તો જ્યાં સ્પર્શી રે જાશે
અણગમતી ચીજો જીવનમાં બનતી જાશે, મૂક પ્રેક્ષક બનવાની પાળી આવશે
દોડી દોડી સાથે સહુ સહાયતા કાજે પાસે તારી, તારાથી ના કાંઈ બની શકશે
સમજાવી સમજાવી રોક્યા જેને, પીઠ પાછળ ઘા જ્યાં એ કરી જાશે
કાળા ઘેરા વાદળમાં, તેજનું બિંદુ એક દેખાશે, ઢંકાઈ પાછું જ્યાં એ જાશે
દુઃખદર્દના કાંટાઓ પણ, સુખની શૈયામાં પણ જ્યાં ભોંકાતા જાશે
પ્રભુ દર્શન તો દઈ દઈ, જીવનમાં જ્યાં હાથતાળી તો દઈ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)