જાવું છે રે જાવું છું, કરી કંઈક સીમાઓને તો પાર મારે મારા જીવનના સ્વામીને તો મળવા જાવું છે
રહી કંઈક સીમાઓની અંદર, નહીં એને મળી શકાય - કરવી પડશે એને રે પાર
દુઃખદર્દની સીમાઓની અંદર તો, નહીં રહી શકાય - કરવી પડશે...
સુખ દુઃખની સીમાઓની અંદર તો, નહીં રહી શકાય - કરવી પડશે...
જ્ઞાન ને અજ્ઞાનની સીમાઓનાં બંધન, નહીં સ્વીકારાય - કરવી પડશે...
લોભ-લાલચની સીમા, જોજે બંધન ના બની જાય - કરવી પડશે...
અહં ને અભિમાનની સીમાઓને, જોજે ના અટકાવી જાય - કરવી પડશે...
શોક ને મોહની સીમા, જોજે, પગ તારા બાંધી ના જાય - કરવી પડશે...
ગરીબાઈને દુર્બળતાની સીમા, જોજે અટકાવી ના જાય - કરવી પડશે...
સ્નેહ અને સંકોચની સીમામાં પુરાઈ નહીં રહેવાય - કરવી પડશે...
પ્રવેશી ધ્યાનની સીમામાં, જાવું પડશે, ધ્યાનની સીમાની પાર - કરવી પડશે..
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)