જીવનને રે બનાવીને નકામું, સમજી નકામું, ના વેડફી દેજે એને રે તું
પળેપળ મળી છે રે એવી, ચૂકવી છે કર્મની કિંમત તેં તો એની
સમજ બેસમજમાં, વર્તીને રે જીવનમાં, વેડફી દેજે ના એને રે તું
છે જરૂર જગમાં તને રે જીવનની, પહોંચી નથી શક્યો મંઝિલે તો જ્યાં તો તું
ઇર્ષાને વેરમાં, હૈયાંને એવું રે ડુબાડી, જીવનને વેડફી ના દેજે એને રે તું
જગાવી જગાવી ઇચ્છાઓ નકામી, કરી દોડાદોડી આંધળી,વેડફી ના નાખજે રે તું
વિકારોને, વિકારોને જીવનમાં વધાવી, જીવનને ડુબાડી ના દેજે એમાં રે તું
સુખદુઃખમાં જીવનમાં તણાઈ તણાઈ, જીવનને એમાં ના વેડફી દેજે રે તું
છે જીવન તો પ્રભુ પામવાની સીડી, ખોટી રીતે ના વેડફી દેજે એને રે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)