હળી ગયા છે રે એ તો એવા, ભળી ગયા છે રે જીવનમાં એ તો એવા
પાડવા રે છૂટા રે હવે રે જીવનમાં એને રે, એ તો મુશ્કેલ છે
નથી કાંઈ એ તો એકના રે ઉપાડા કરે છે, ભેગા મળીને રે ઉપાડા
નથી કાંઈ એ એક રંગે રંગાયેલા છે, અનેક રંગોમાં એ વહેંચાયેલા
કદી એક એમાંથી તો છૂટે ત્યાં બીજા સાથને સાથ જાગે છે દેનારા
નથી કાંઈ જીવનમાં એ વખાણવા જેવા, નથી કાંઈ એ સંઘરવા જેવા
બની ગયા છે એકરસ જીવનમાં એવા, બની ગયા છે જીવનના અંગ જેવા
કદી રહે છે એ રસ્તા તો રોકી કદી જાય છે એ બની સાથ દેનારા
રહે છે સુખદુઃખના જનક બની, બને છે એ સુખદુઃખ દેનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)