છે રે, જીવન રે એ તો જગમાં, કર્મોનો રે, એ તો મેળાવડો
મળશે કંઈક તો એમાં, ઋણ તો અદા કરવા, કંઈકને મળીશ તું ઋણ ચૂકવવા
લાગશે કંઈક એમાં તો પ્યારા, બનશે મેળાપ કંઈકના તો ઉપાધિ વધારનારા
બેઠા હશે કંઈક તો લઈને દુકાનો, થાશે સોદા રે તારા, હશે કર્મનો જેવો રે ભારો
વ્યવહાર ને વ્યવહાર ચાલતા રહેશે તારા, હશે કર્મનો હિસાબ એ તો તારો
કહીશ તું ઋણ એને કે ભાગ્યનો સીતમ, નથી થવાનો એમાં છૂટકારો
જગાવશે સુખદુઃખ એ તો હૈયાંમાં, ફળ એનું એને તો જાણે
વિપરીત સંજોગો ને વિપરીત પરિસ્થિતિ, છે જીવનમાં એ તારા કર્મનો ગોટાળો
તારી ભાવના અને તારા ભાવો દ્વારા તો, પુરાશે એ કર્મનો ક્યારો
છે એ તો તારા ને તારા સર્જેલા,બન ના હવે એનાથી તું અજાણ્યો
છોડીને ખોટી ખટપટ તું, કર હવે કંઈક એવું તું, થાય પૂરો તારો મેળાવડો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)