થવાનું નથી રે થવાનું નથી, જીવનમાં રે પ્રભુના સાથ વિના, કાંઈ થવાનું નથી
કરો લાખ યત્નો ભલે રે જીવનમાં રે, પ્રભુના સાથ વિના, કાંઈ વળવાનું નથી
કરી કરી વિચારો ભલે રે જીવનમાં, પ્રભુના સાથ વિના, ચિંતા વિના મળવાનું નથી
કૂટી કૂટી માથું મળશે ના રસ્તા, પ્રભુના સાથ વિના, રસ્તા મળવાના નથી
જો હાથમાં હોત તો તારા રહ્યું કેમ બાકી, આટલા દહાડા, પ્રભુના સાથ વિના, પૂરું થવાનું નથી
સુખના છોડીને રસ્તા, લીધા દુઃખના રસ્તા, પ્રભુના સાથ વિના, રસ્તે ચડાવાનું નથી
કરી કોશિશો, જગના સાથ મેળવવા, પ્રભુના સાથ વિના, સાથ જગના મળવાના નથી
છોડ તારું અહં ને છોડ અભિમાનના ટેરવા, પ્રભુના સાથ વિના, એ તો ટકવાનું નથી
વહેલું કે મોડું પડશે પ્રભુના ચરણે જાવું, પ્રભુના સાથ વિના, બીજું કાંઈ વળવાનું નથી
રાખ સદા ધ્યાનમાં આ તો તું જીવનમાં, ભાવ વિના, સાથ પ્રભુના મળવાના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)