રાહી, હો રાહી, હો રાહી, તું ચાલ્યો જા, તું ચાલ્યો જા
રાહ પર તારી, પગલાં તારા પાડી, તારી રાહે તું ચાલ્યો જા
વિશ્વાસ જગાવી દિલમાં તો તારા, વિશ્વાસના બળ ઉપર તું ચાલ્યો જા
છે મુસાફરી તો તારી કરી નક્કી મંઝિલ, રાહ ઉપર તું ચાલ્યો જા
રાહી તું ચાલ્યો જા, તું ચાલ્યો જા, તારી રાહ ઉપર તું ચાલ્યો જા
માંગશે જીવનમાં એ શક્તિ પૂરી હટાવી શંકા, કુશંકા, તું ચાલ્યો જા
રાહ છે તારી, પડશે ચાલવું તારે, વિશ્વાસે તો તું ચાલ્યો જા
સાથ મળે ના મળે તને એમાં, રાહ જોયા વિના તું ચાલ્યો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)